
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ ખાતે આવેલી સૌપ્રથમ બેંક ઓફ બરોડામાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રકાશકુમાર ઝા જેઓની વાંસદા બેંક ઓફ બરોડાની શાખામાં બદલી થતા ખેરગામ બેંકના સ્ટાફ દ્વારા તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.લોકો સાથેના મિલનસાર સ્વભાવ અને ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને બેંકિંગ કામકાજમાં હંમેશા મદદરૂપ થતા આવેલા મેનેજર પ્રકાશ કુમાર ઝાએ બહુ ઓછા સમયમાં લોકોમાં પોતાની આગવી છબી ઉજાગર કરતા તેમના વિદાય સમારંભના પ્રસંગે સ્ટાફના લોકો ભાવ વિભોર બન્યા હતા.બેંકના ક્લાર્ક યોગેશભાઈ પટેલે જણાવ્યું કે મેનેજર જોડેના ત્રણ વર્ષનો નાતો કર્મચારી તરીકે નહીં પરંતુ એક પરિવાર તરીકે રહ્યો હતો.બેંકના સ્ટાફ અને ગ્રાહકો સાથે કોમ્યુનિકેશન રાખી તેમણે સૌના દિલ જીતી લીધા હતા.


