ARAVALLIGUJARATMEGHRAJMODASA

મોડાસા–મેઘરજ હાઇવે પર અકસ્માતમાં પૂર્વ મહામંત્રી મહેશભાઈ ઉપાધ્યાયનું મોત, મેઘરજ શહેરમાં શોક ની લાગણી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા–મેઘરજ હાઇવે પર અકસ્માતમાં પૂર્વ મહામંત્રી મહેશભાઈ ઉપાધ્યાયનું મોત, મેઘરજ શહેરમાં શોક ની લાગણી

અરવલ્લી જિલ્લામાં મોડાસા–મેઘરજ હાઇવે પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે

મળતી માહિતી મુજબ મેઘરજ તાલુકાના પૂર્વ મહામંત્રી સંગઠન સાથે જોડાયેલા મહેશભાઈ ઉપાધ્યાય (ઉંમર આશરે 48 વર્ષ) એક્ટિવા પર જતા હતા ત્યારે શીણાવાડ GIDC નજીક અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા અચાનક ઝાડ સાથે અથડાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે મોડાસા–મેઘરજ હાઇવે પર વાહનો ઓવર સ્પીડમાં દોડતા હોવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેમજ હાઇવે પર સ્પીડ બ્રેકર (જંપ) ના અભાવે પણ અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાની લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.સ્થાનિક લોકોએ હાઇવે પર સ્પીડ નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા તેમજ સલામતીના ઉપાયો વધારવાની માંગ ઉઠાવી છે.

Back to top button
error: Content is protected !!