વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૨ જાન્યુઆરી : ડીજેઆઈ દ્વારા આયોજિત વૈશ્વિકકક્ષાની ડ્રોન ફોટોગ્રાફી સ્પર્ધામાં દુનિયાભરમાંથી લાખો ફોટોગ્રાફર્સે પોતાની તસવીરો સાથે મોકલી હતી. જેમાં કચ્છીમાડુ અભિષેક ગુસાઈની તસવીરની પસંદગી થઈ છે. કચ્છના ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઇએ નખત્રાણા તાલુકાના નાની અરલ ગામ પાસેની ગુરુ ગ્રહ જેમ જ આબેહૂબ દ્રશ્યમાન સ્થળની ખેંચેલી તસવીરની પસંદગી વિશ્વકક્ષાએ થઈ છે. કચ્છ જિલ્લો કુદરતી સંપદાઓથી સમૃદ્ધ છે ત્યારે અભિષેક ગુસાઈ દ્વારા ક્લિક થયેલી આ તસવીરમાં પ્રકૃતિની અદભુત સુંદરતા જોવા મળી રહી છે. આ તસવીરની પસંદગી સાથે જ કચ્છ ભૂજના રહેવાસી ફોટોગ્રાફર અભિષેક ગુસાઈને ડીજેઆઈ સ્કાઈ પિક્સલ્ પિપલ્સ ચોઈસ કેટેગરીનું ઈનામ પ્રાપ્ત થયું છે. આ કોન્ટેસ્ટ અંતર્ગત દુનિયાની સૌથી શ્રેષ્ઠ ૧૫ તસવીરમાં પણ અભિષેક ગુસાઈની તસવીરને સ્થાન મળ્યું છે. અભિષેક ગુસાઈના આ બહુમાને કચ્છ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.