ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અનોખી રીતે પોતાના ગુરુને વિદાય આપી
16 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જડિયા વિવેકાનંદ, વિદ્યાલય ખાતે કનુભાઈ ખરાડી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓનું ઘડતર કરવામાં કનુભાઈ ખરાડીનું અમૂલ્ય યોગદાનધાનેરા, બનાસકાંઠા ધાનેરા તાલુકાના જડિયા ખાતે સરહદી વિસ્તારમાં આવેલી વિવેકાનંદ વિદ્યાલયનું અનોખું મહત્ત્વ રહેલું છે. તાજેતરમાં છેલ્લા ૩૦ કરતા વધુ વર્ષોથી જડિયા હાઇસ્કુલ ખાતે શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી રહેલા કનુભાઈ ખરાડીનો વિદાય સમાંરભ યોજાયો હતો અને જડિયા ગામ અને આજુબાજુ ગામના આગેવનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાવભરી વિદાય આપી હતી. કનુભાઈ ખરાડી માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અનોખી રીતે જાણે લાગણીનો તાર બંધાયેલો હોય એવી રીતે ગત રવિવારના દિવસે જડિયા હાઇસ્કુલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમીને વિદાય આપી હતી અને શાળા સમયે ભણતા હતા તે દિવસો યાદ કરીને સ્મરણો તાજ કર્યા હતા.
જડિયા વિવેકાનંદ વિદ્યાલય,જડિયા સરહદી વિસ્તારમાં શિક્ષણ માટેની પરબ કહેવાય છે અને અનેક વિદ્યાર્થીઓનું ઘડતર થયું છે. કનુભાઈ ખરાડીએ અનેક સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું છે અને ગત રવિવારના દિવસે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ફૂટબોલ રમીને ભવ્ય વિદાય આપી હતી. વિદ્યાર્થીઓએ શાળા સમયના પોતાના સ્મરણો યાદ કર્યા હતા અને કનુભાઈ ખરાડીએ શિક્ષક તરીકે ૩૦ વર્ષ કરતા વધુ સમય જડિયા હાઇસ્કુલમાં આપેલી સેવાને બિરદાવી હતી અને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. કનુભાઈ ખરાડીએ રમત-ગમ્મતના શિક્ષક તરીકે અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમના હાથ નીચે અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા અને અવનવા ક્ષેત્રમાં પોતાનું પ્રદાન કરી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓએ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કનુભાઈ ખરાડીએ આપેલી સેવાને હંમેશા માટે યાદ રાખશે.