BANASKANTHAGUJARATLAKHANI
લાખણી તાલુકા કોંગ્રેસ ટિમ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ

નારણ ગોહિલ લાખણી 
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૪૧માં સ્થાપના દિવસ નિમિત્તે લાખણી હિંગળાજ માતાજી ના મંદિર ખાતે કોંગ્રેસનો ધ્વજ ફરકાવી સલામી આપી હતી. ધ્વજવંદન બાદ કોંગ્રેસ ના ઈતિહાસ સ્વાતંત્રતા સંઘર્ષ મા પક્ષ ના યોગદાન અને લોકસાહી મુલ્યો પર પ્રકાશ પાડવા મા આવ્યો કોંગ્રેસ ના આગેવાનો એ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા જનહિત સામાજીક ન્યાય અને દેશ ની એકતા માટે અડગ રહી છે કાર્યકર્તા ઓ એ સંકલ્પ લીધો કે પક્ષ ના સિદ્ધાંતો આગળ વધારી ને પ્રજા ની સેવા માટે સતત કાર્ય કરશે અંતે દેશની પ્રગતિ અને સુખાકારી માટે મા હિંગળાજ ને પ્રાર્થના કરવા મા આવી આ પ્રસંગે લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.



