પ્રતિનિધિ:આણંદ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ જી.જી.જસાણી, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ જીલ્લામા ગેરકાયદેસરની થતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે જરૂરી સુચનાઓ આપેલ. જે અનુસંધાને અમેરીકાથી આવેલ એન.આર.આઈ.ને એક અજાણી મહિલાએ ફેસબુકમાં ખોટા નામથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી ત્યારબાદ ફરિયાદી પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવવા સારૂ અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી આણંદ નવા બસ સ્ટેન્ડ ખાતે ફરીયાદીને મળવા બોલાવવાના બહાના હેઠળ પોતાના સાગરીતોને બોલાવી લઇ ફરીયાદીને બળજબરીપુર્વક ગાડીમાં બેસાડી દઈ આરોપીઓ દ્વારા પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ડ્રગ્સ, બળાત્કાર તથા એટ્રોસીટીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી વીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલ હોવાની હકિકત સાથે ફરીયાદી અત્રેની એલ.સી.બી. શાખામાં રજુઆત કરવા આવતા જે અંગે એચ.આર.બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. આણંદ નાઓએ સ્ટાફના માણસોની ટીમ બનાવી ફરીયાદી પાસે આરોપીઓ જોડે વાતચીત કરી અઢી લાખ રૂપિયાનુ આંગડીયુ અમદાવાદ ખાતે કરવાનુ છટકુ ગોઠવી એલ.સી.બી.ની એક ટીમને અમદાવાદ ખાતે રવાના કરી બાપુનગર ખાતેથી પૈસા લેવા આવનાર ત્રણ આરોપીઓને આંગડીયા પેઢીમાંથી ઝડપી લઇ એક મહીલા સહિત ચાર આરોપીઓને પકડી હનીટ્રેપનો પર્દાફાશ કરેલ છે તથા સદર બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એન.આર.આઈ. ઈસમની ફરીયાદ લઇ હાલ સદર ગુનાની આગળની વધુ તપાસ એલ.સી.બી. શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :
(૧) ચિરાગભાઈ ગોબરભાઈ જાદવ
(ર) હર્ષદભાઈ નારણભાઈ જાદવ
(૩) કાજલબેન w/o કમલેશભાઈ પરબત
(૪) ભાવેશભાઈ જયસુખભાઈ બાંભણીયા રહેવાસી-સુરત