
વિજાપુર હાઇવે આવેલ ઓટો કન્સલન્ટ ની ઓફીસ પાસે પાર્ક કરેલી ઈકો કાર ના ચાર ટાયર ચોરાયા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હાઇવે ઉપર આવેલ કોમ્પલેક્ષ મા ભારત ઓટો કન્સલન્ટ ની ઓફીસ આગળ મુકેલ ઈકો કાર ના ચાર જેટલા ટાયરો કાઢી ચોરી કરીને લઈ જતા પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાઇવે ફાટક પાસે આવેલ કોમ્પલેક્ષ મા ભારત ઓટો કન્સલન્ટ અને ગાડીઓ લે વેચ નો ધંધો કરતા સાકીર હુસેન ઇમામ ભાઈ મલેક પોતાના ધંધા અર્થે લાવેલ કાર ગાડીઓ પોતાની દુકાન આગળ પાર્ક કરી ને મૂકે છે. કોમ્પલેક્ષ ની આસપાસ પણ ઓટો કન્સલન્ટ ની દુકાનો ઓફિસો આવેલી છે.10 તારીખે સાંજના આઠ વાગ્યા પછી પોતાની દુકાન બંધ કરી ઘેર ગયા હતા. તા.11 ના રોજ સવારે 10 કલાકે આવીને જોતા ઈકો કાર ના ટાયરો કોઈ અજાણ્યા ઈસમ કાઢી ગયુ હતુ જેની આસપાસ શોધ કરતા ટાયરો નહિ મળી આવતા સબંધી ની સલાહ બાદ પોલીસ મથકે આવી રૂપિયા 20,000/- ટાયરો કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા ની સાકીર હુસેન મલેકે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.



