BHUJGUJARATKUTCH

શિપિંગ ક્ષેત્રે નવી ક્ષિતિજ: અદાણી શિપિંગે પ્રથમ શાફ્ટ જનરેટરને જહાજમાં રિટ્રોફિટ કર્યુ.

29 – ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

શિપિંગ ક્ષેત્રે નવી ક્ષિતિજ: અદાણી શિપિંગે પ્રથમ શાફ્ટ જનરેટરને જહાજમાં રિટ્રોફિટ કર્યુ!

વીજ ઉત્પાદન, ઊર્જા કાર્યક્ષમતામાં વધારો તેમજ ઉત્સર્જનમાં ઘટાડો થશે

મુન્દ્રા કચ્છ :- પર્યાવરણીય જવાબદારી સ્વીકારતા ગ્રાઉન્ડ બ્રેકિંગ પગલાના ભાગરૂપે અદાણી શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ (ASIPL) એ સીમાચિહ્નરૂપ કાર્ય કર્યુ છે. 1,79,523 dwt (ડેડવેઇટ ટન) વજન ધરાવતા કેપેસાઇઝ જહાજ MV આશનામાં અત્યાધુનિક એનર્જી-સેવિંગ ડિવાઇસ (ESD) ઇન્સ્ટોલ કરતા તે કાફલામાં ફ્લેગશિપ જહાજ બન્યું છે. શાફ્ટ જનરેટરને કેપેસાઇઝ સૌપ્રથમ જહાજમાં રિટ્રોફિટ કરતા તેની ઊર્જા કાર્યક્ષમતામાં વધારો, વીજ ઉત્પાદન, તેમજ ઉત્સર્જનમાં ઘટાડો થશે. એનર્જી એફિશિયન્સી એક્ઝિસ્ટિંગ શિપ ઇન્ડેક્સ (EEXI) ના નિકટવર્તી અમલીકરણ સાથે ASIPL એ વ્યૂહાત્મક આગેવાનીની સાથે સમગ્ર ઊર્જા કાર્યક્ષમતામાં પણ વધારો કર્યો છે. રેટ્રોફિટ્સનો ઉદ્દેશ નિયમોના અનુપાલન સાથે EEXI અને CII (કાર્બન ઇન્ટેન્સિટી ઇન્ડિકેટર) વધારવાનો છે. જહાજના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને ટકાઉપણાંની લક્ષ્યપૂર્તિ માટે તે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પરિવર્તનકારી અપગ્રેડનું હાર્દ MV આશના પરની શાફ્ટ જનરેટર સિસ્ટમ્સમાં રહેલું છે. પાવર ટેક-ઓફ (PTO) સિસ્ટમ તરીકે કામ કરતા જનરેટરને મુખ્ય એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે. જે વહાણને પાવર સપ્લાય કરે છે. જેના પરિણામે બળતણની નોંધપાત્ર બચત અને ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. મુખ્ય એન્જિન ઓછી ઝડપે, ટુ-સ્ટ્રોક પાવરહાઉસ, તેના મધ્યમ-સ્પીડ, ચાર-સ્ટ્રોક સમકક્ષો કરતાં 25% ઓછા દરે ઇંધણ વાપરે છે. કેપેસાઈઝ જહાજમાં રેટ્રોફિટ કરાતા અસરકારક રીતે સમગ્ર ઊર્જા કાર્યક્ષમતામાં વધારો અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે. વળી તેનાથી MV આશનાને શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા સાથે ઊર્જાની વધતી કિંમતો વચ્ચે લાંબા ગાળાના આર્થિક લાભો માટે પણ થશે. પર્યાવરણીય અસરોની વાત કરીએ તો, તેનાથી અંદાજિત 466 mt/વર્ષ ઇંધણ તેલની બચત અને CO2 માં 1,468 mt/વર્ષ ઘટાડો થશે.આર્થિક ફાયદાઓ ઉપરાંત શાફ્ટ જનરેટરની અસર ઓપરેશનલ જટિલતાઓને ઘટાડે છે. જ્યારે સમુદ્રમાં મુખ્ય એન્જિનનો ઉપયોગ થાય છે ત્યારે શાફ્ટ જનરેટર અનિયંત્રિત મુખ્ય વીજ પુરવઠો આપી શકે છે, જે ડીઝલ જનરેટરની જરૂરિયાતને નોંધપાત્ર રીતે ઘટાડે છે અને જાળવણીના વર્કલોડને સરળ બનાવે છે. સિસ્ટમની યાંત્રિક સરળતા ઉન્નત વિશ્વસનીયતા સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરી નિષ્ફળતાના જોખમને ઘટાડે છે. દરિયાઈ પ્રોપલ્શન અને પાવર સિસ્ટમ્સના ક્ષેત્રમાં શાફ્ટ જનરેટર એક મુખ્ય ઊર્જા રૂપાંતરકારી સાધન તરીકે ઓળખાય છે. લાંબી સમુદ્રી સફર માટે આ નવીનતા જહાજની એકંદર ઉર્જા કાર્યક્ષમતા વધારવા માટે ફાજલ શક્તિનો અસરકારક રીતે ઉપયોગ કરીને બલ્ક કેરિયર્સ, ઓઇલ ટેન્કર્સ અને કાર કેરિયર્સમાં થાય છે.MV આશનાનો જનરેટર ડેટા સંપૂર્ણ દરિયાઈ ભારને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે, જેના પરિણામે એકંદર ઈંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો અને તે સહાયક એન્જિનો માટે કલાકો વધુ ચાલે છે. પરિણામે એકદંર નુકશાન, તેલનો વપરાશ અને જાળવણી કામના ભારણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!