
માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના નીતાબેન હરસુખભાઈ રાઠોડ બ્રેઇન ડેડ ડિક્લેર થતાં તેઓના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા આજરોજ તેઓની બંને કિડની, લીવર તથા બંને કોર્નિયાનું દાન મળેલ છે. નીતાબેનના પરિવારજનોના આવા કપરા સમયમાં લેવામાં આવેલ ઉમદા, પરોપકારી નિર્ણય દ્વારા અંદાજિત 6 લોકોને નવું જીવન મળશે. જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ પરિવાર તેઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
				



