CHHOTA UDAIPURGUJARATNASAVADI
છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા દ્વારા ગઢ બોરીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા ગઢ બોરીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં ભીલ મુકેશભાઈ અરવિંદભાઈ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી જિલ્લા પંચાયત છોટાઉદેપુર, ભીલ ભાવનાબેન વિજયભાઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નસવાડી, ભીલ શકુબેન મહેશભાઈ સરપંચ શ્રી ગઢ બોરીયાદ, રાજુભાઈ રાઠવા પૂર્વ તાલુકા પ્રમુખ નસવાડી, રોહિત જાદવભાઈ દામણભાઈ ગઢ બોરીયાદ ગામના વડીલ શ્રી, રણજીતભાઇ જાનિયભાઈ તાલુકા પંચાયત સભ્ય શ્રી. ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એમ. ચૌહાણ, તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ માં જિલ્લા સરકારી હોસ્પિટલ માંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ કવાંટ તાલુકાના તબીબી અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી ગઢ બોરીયાદ કેમ્પ માં આવેલ દર્દીઓ ને સારવાર અને સેવાઓ આપી હતી,જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.





