ફ્રી અને સક્ષમ કાનૂની સેવાઓ-જામનગરમાં યોજાઇ તાલીમ
વકીલ ડો.શીતલ ખેતીયા દ્વારા અપાયુ સઘન માર્ગદર્શન
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટ -ડીસ્ટ્રીક લીગલ ઓથોરીટી-ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ દ્વારા યોજાયેલા NALSA અંતર્ગત, અમલીકરણ માટેના ચાઇલ્ડ ફ્રેન્ડલી (લીગલ સર્વિસ ફોર ચીલ્ડ્રન ) સ્કીમ-૨૦૨૪ના અવેરનેશ પ્રોગ્રામ
અંતર્ગત યોજાયેલા ખાસ સેમીનારમાં જામનગર ડીસ્ટ્રીક કોર્ટ ની લીગલ સર્વિસીસના એડવોકેટ ડો. શીતલ ખેતીયા એ “બાળકો માટે ન્યાય સેવાઓ”ની જોગવાઇઓ વિષે એ જામનગરમાં નાલ્સા મેમ્બર એડવોકેટ તાલીમ અને માર્ગદર્શન પુરા પાડ્યા હતા તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો જે માટે સૌ ના સક્રિય પાર્ટીસીપન્સ અંગે આભાર વ્યક્ત કરાયો હતો
NALSA નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી-નાલ્સા જાગૃતિ કાર્યક્રમના અમલીકરણ અંતર્ગત વખતોવખત અવેરનેસ,ટ્રેનીંગ,સેમીનાર,ગૃપ ડીસકશન્સ વગેરે યોજાતા હોય છે તેમજ સ્ટડી કરવા જેવા કેસોની સમીક્ષા પણ થતી હોય છે ત્યારે
NALSA (માનસિક બીમારી ધરાવતી વ્યક્તિઓ અને બૌદ્ધિક વિકલાંગ વ્યક્તિઓ માટે કાનૂની સેવાઓ) યોજના, 2024 ના અમલીકરણ તરફ કાનૂની સેવા પ્રદાતાઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ કેસ સ્ટડી અને ગ્રુપ
સહભાગીઓ સાથે ચર્ચા જામનગર જિલ્લા અદાલત દ્વારા યોજાઇ હતી જેમાં “NALSA (બાળકો માટે બાળ-મૈત્રીપૂર્ણ કાનૂની સેવાઓ) યોજના, 2024 હેઠળ રચાયેલ બાળકો માટે કાનૂની સેવા એકમ માટેનો તાલીમ કાર્યક્રમ” પરના તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો
બાળ-મૈત્રીપૂર્ણ કાનૂની સેવાઓ અસરકારક રીતે પ્રદાન કરવા માટે સહભાગીઓને આવશ્યક જ્ઞાનથી સજ્જ કરવાનુ આ સેશન સરળતાથી સમજુતી આપનાર અને પ્રભાવશાળી રહ્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામેલ દરેકનો નાલ્સા અંતર્ગતના જામનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટ-લીગલ સર્વિસના એડવોકેટ ડો. શીતલ ખેતીયા(પીએચ.ડી.) દ્વારા સૌ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
NALSA વિષે———વિગત આપતા અેડવોકેટ શ્રી શીતલ ખેતીયાએ જણાવ્યુ હતુ કે…..
NALSA એટલે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી,એક કેન્દ્રીય સત્તા છે જે સમાજના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડે છે. NALSA ની સ્થાપના લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ, 1987 હેઠળ કરવામાં આવી હતી.
NALSA દ્વારા……..કાનૂની સેવાઓ અપાય છે જેમકે
NALSA એ સુનિશ્ચિત કરવા માટે મફત કાનૂની સેવાઓ પૂરી પાડે છે કે આર્થિક અથવા અન્ય વિકલાંગતાઓને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકોને ન્યાય મળે છે.
ઉપરાંત NALSA વિવાદોને ઝડપથી અને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે લોક અદાલતોનું આયોજન કરે છે.
અને કાનૂની સહાય કાર્યક્રમો યોજાય છે જેમાં NALSA સમગ્ર ભારતમાં કાનૂની સેવા સંસ્થાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે તેની ખાતરી કરવા માટે કે કાનૂની સહાય કાર્યક્રમો યોગ્ય રીતે લાગુ કરવામાં આવે છે.
તે માટે માર્ગદર્શિકા જાહેર કરાય છે
જેમકે NALSA કાનૂની કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય કાનૂની સેવા સત્તાધિકારીઓ માટે માર્ગદર્શિકા બહાર પાડે છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ(ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયા) NALSA ના ચીફ છે. NALSA ઑફિસ ભારતની સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હીના બિલ્ડિંગ કૉમ્પ્લેક્સમાં આવેલી છે.
એડવોકેટ ડો.શીતલ ખેતીયાએ ઉમેર્યુ છે કે મહિલાઓ અને બાળકોને મફત કાનુની સહાયતા અને માર્ગદર્શન મળે છે જેથી કોર્ટમાં તેઓ તેમનો પક્ષ કાયદાકીય રીતે રાખી શકે માટે આ સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે જામનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં મફત કાનુની સહાય કેન્દ્ર કાર્યરત છે જેના દ્વારા ફ્રી અને સક્ષમ ન્યાય મેળવવા મહિલાઓ અને બાળકોને ન્યાય મળી શકે તેમજ દરેક મહિલાઓ અને બાળકોને ફ્રી કાયદાકીય સેવા અને માર્ગદર્શન મળે છે જેના અન્ય કોઇ માપદંડ નથી આ કેન્દ્રમાં કોર્ટ દ્વારા વકીલોની નિમણુંક કરવામાં આવે છે.
_________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist ( gov.accre.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com