
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
તત્સત્ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા દાવલી હાઈસ્કુલમાં નિઃશુલ્ક ચોપડા વિતરણ કરાયું
દરવર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય વિદ્યા મંદિર દાવલી શાળામાં તમામ વિદ્યાર્થીનીઓને તત્સત્ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુણવત્તા સભર નિઃશુલ્ક ચોપડા વિતરણ કરાયું. આ પ્રસંગે શાળાના સહયોગી મણિભાઈ હેમજીભાઈ પટેલ, વસંતકાકા પટેલ (U.K.), પિન્ટુભાઈ, હિતેષભાઈ, સંજયભાઈ,ભાવેશભાઈ, ચિરાગભાઈ, ઉર્વીશભાઈ, તથા સરડોઈ સી.આર.સી કુંદનબેન રાઠોડ સહિત ગામમાંથી ડાહ્યાભાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈ નિવૃત્ત શિક્ષક દીપકભાઈ દરજી સૌની પ્રેરક ઉપસ્થિતિ રહી.શાળાના બાળકોની શૈક્ષણિક ચિંતા અને ચિંતન કરી નિઃશુલ્ક ચોપડા વિતરણ બદલ શાળા પરિવાર દ્વારા તત્સત્ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો




