GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે વિશ્વ હોમીયોપેથી દિવસ નિમિત્તે મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૦૮: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત અને નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી તા ૧૦/૪/૨૦૨૫ ‘ વિશ્વ હોમીયોપેથી દિવસ ‘ નિમિતે આશાપુરા માતાજીનું મંદિર, વિજલપોર રોડ, નવસારી અને રામદેવપીર મંદિર, જલાલપોર ખાતે જિલ્લા ના દરેક હોમિયોપેથીક દવાખાના દ્વારા મફત હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દરેક પ્રકારના રોગોનું મફત નિદાન અને સારવાર હોમિયોપેથીક પધ્ધતિથી કરવામાં આવશે. જેનો સમય સમય સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦નો છે. જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા અખબારી યાદી મારફત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!