વિજાપુર ગુજરાત વેચાણ વેરા વિભાગ ની તમાકુ ના વેપારીઓ સામે તપાસ હાથ ધરાઇ
70 થી વધુ તમાકુની ખળી ધરાવતા લોકોના હિસાબી સાહિત્ય તેમજ સ્ટોકપત્ર મેળવી કરવેરા વિભાગ દ્વારા વેરા છુપાવતા વેપારીઓ સામે દંડ કાર્યવાહી થઈ શકે છે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા રણછોડપુરા થી આગલોડ રોડ ઉપર આવેલ ૮૦ થી વધુ તમાકુ ની ખળી ધરાવતા અને તમાકુ નો સ્ટોક કરીને વેપાર કરતાં વેપારીઓ સામે ગુજરાત રાજ્ય વેચાણ વેરા ની ટીમે જુદીજુદી જગ્યાએ તપાસ હાથ ધરવા મા આવતા વેપારીઓ મા ભારે શોપો પડી ગયો હતો. તાલુકામાં તમાકુ નો વેપાર કરતાં વેપારીઓ નો તમાકુ ની આવક મા થઈ રહેલા વધારા અને મળતા ભાવો ને લઈ ગુજરાત રાજ્ય વેચાણ વેરા વિભાગ ની અન્વેષણ શાખા દ્વારા તમાકુ ના વેપારીઓ નો સ્ટોક પત્ર તેમજ રોજના થઈ રહેલા ખરીદ વેચાણ ના ટર્નઓવર ના આંકડા તેમજ ખરીદી અને વેચાણ ના બીલો મેળવી તપાસ છેલ્લા ત્રણ દિવસથી તપાસ ચાલી રહી છે. ગત રોજ ચાલીસ વેપારીઓ ના હિસાબી સાહિત્ય ની તપાસ બાદ બીજા ત્રીસ જેટલા તમાકુ ના વેપારીઓ ની તપાસ હાથ ધરી હતી. કુલ 70 જેટલા હાલ સુધી હિસાબી સાહિત્ય ની તપાસ હાથ ધરાઇ છે. જેમાં ખરીદ અને વેચાણ ના બીલો મા ક્રોસ ચેકીંગ મા કોઈ વેપારી ઝડપાઈ જશે તો તેની સામે કાયદાકીય રીતે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. જોકે હાલ માં વેચાણ વેરા વિભાગ દ્વારા આંકડાકીય માહીતી મેળવી તપાસ ચલાવી રહી છે. જેને લઇ તમાકુ ના વેપારીઓમા ભારે શોંપો જોવા મળ્યો છે.