
આંબાવાડી વિસ્તારમાં આવે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે નિશુલ્ક ગાયનેક સેમિનાર નું આયોજન કરવામાં આવેલું હતું કાર્યક્રમની શરૂઆત હેપી ધનેશા દ્વારા મહેમાનો શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ હતું ત્યારબાદ મહેમાનોને પુષ્પગુચ્છ તથા મોમેન્ટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વક્તા તરીકે ડો નિશાબેન જોશી , ડો પ્રજ્ઞાબેન ધનેશા તથા ડો શ્રુતિ બેન વણપરીયા ઉપસ્થિત રહ્યા હતા દરેક વક્તાઓ દ્વારા બહેનો અને દીકરીઓને થતા શારીરિક પ્રોબ્લેમ વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી અને તેની સમસ્યાઓના નિવારણ માટે સમજણ આપવામાં આવેલી હતી આ ઉપરાંત ડો રમાબેન દેવાણી એ બહેનોના સામાજિક સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે વિસ્તૃત જાણકારી આપેલી હતી.ઇન્દુબેન જોષી દ્વારા ગીત રજૂ કરેલ હતું ઉપસ્થિત દરેક બહેનો તેમના ગીત થી પ્રભાવિત થયા હતા.બ્રહમ સમાજના આગેવાન તથા જૂનાગઢ મહિલા મોરચાના મહા મંત્રી મમતાબેન રાવલ, દુર્ગા વાહિની માતૃ શક્તિ તાલુકા પ્રમુખ હેતલબેન દવે,ખાસ ગાંધીનગર થી પધારેલ નયનાબેન રામાણી વગેરે એ મહિલાઓ નો સમાજ, રાષ્ટ્ર ઘડતર માં મહત્વની ભૂમિકા બાબત સમજણ આપેલ કાર્યક્રમ ને સફળ બનાવવા સોનલ સોઢા તથા હેપ્પી ધનેશા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમના અંતે બહેનોને ગિફ્ટ આપવામાં આવી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





