
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
રતાડીયા ગામે ગણેશ ચતુર્થી નિમિત્તે મુલાણી પરિવાર દ્વારા ભવ્ય ગણેશ યજ્ઞ
મુન્દ્રા તાલુકાના રતાડીયા (ગણેશવાળા) ગામે ગણેશ ચતુર્થી નિમિત્તે મુલાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગણેશ યજ્ઞ (હવન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રતાડીયાના ભગવતી મૃદુલાબાદેવી ગુરુ વાલરામજી તથા રાધનપુર ગોતરકાના મહંત બાલયોગેશ્વરાનંદજીએ હાજર રહીને આર્શીવચન પાઠવ્યા હતા.
પૂજ્ય ગણપતિ દાદાના મંદિરે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગામજનો તથા સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હવન બાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વે ભક્તોએ લાભ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગજાનન કુળદેવ મુલાણી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા મુલાણી પરિવારનું વિશેષ યોગદાન રહ્યું હતું. સ્થાનિક પ્રકાશનાથ બાવાજી મંદિરની પૂજા સંભાળી રહ્યા છે.




(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)



