GUJARATIDARSABARKANTHA

ભારત વિકાસ પરિષદ બંધણા ગામ વિકાસ યોજના હેઠળ રવિવારે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

*ભારત વિકાસ પરિષદ*
*બંધણા ગામ વિકાસ યોજના*
*નિઃશુલ્ક મેડિકલ કેમ્પ*
*મુ:બંધણા.*
*તા.વિજયનગર.*
*જી.સાબરકાંઠા.*

ભારત વિકાસ પરિષદ સંપર્ક,સહયોગ,સંસ્કાર,સેવા અને સમર્પણના પાંચ સૂત્રો પર કામ કરતી સામાજિક સેવાભાવી સંસ્થા છે.
ભારતભરમાં આશરે 1500,ગુજરાતમાં 87,મધ્ય ગુજરાતમાં 30 અને અમદાવાદમાં 19 શાખા કાર્યરત છે.
સેવાકીય પ્રવૃત્તિના ભાગ રૂપે ભારત વિકાસ પરિષદ,પાલડી,અમદાવાદ શાખાએ સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાનું બંધણા ગામ દત્તક લીધેલ છે.
સમગ્ર બંધણા ગામના વિકાસ માટે સ્વચ્છતા,સ્વાસ્થ્ય,
રોજગાર,કૃષિ,સ્ત્રી સશક્તિકરણ,યુવા પ્રવૃત્તિ અને બાલ સંસ્કાર દ્વારા સ્વાવલંબી કરવા કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે.

રોજગારલક્ષી કાર્યક્રમ હેઠળ બંધણા ગામના ધો.10 અને ધો.12 ભણેલા અને આશાસ્પદ યુવાધનને પ્રવૃત્તિમાં પરોવી રોજગારી અપાવીએ છીએ.
જેમાં યુનિવર્સીટીમાં નર્સિંગ કોર્ષ તથા તેને લગતા ટેક્નિકલ કોર્ષ અને લકુલીશ યોગ યુનિવર્સિટીમાં યોગવિદ્યા જેવુ કિંમતી અને મોંઘુ શિક્ષણ સંસ્થાના ખર્ચે કરાવીએ છીએ.
જેની માંગ દેશ/પરદેશમાં મોટી છે.
જેથી સંસ્થા સાથે જોડાયેલ યુવાન ભણ્યા પછી બેકાર રહેતો નથી.
અન્ય બિલકુલ ઓછા ભણેલાં યુવાનોને પણ ફેકટરીમાં અને અન્ય સ્થળે રોજગારી અપાવીએ છીએ.

બંધણા ગામ સ્વચ્છતા પ્રકલ્પ હેઠળ 54 ઘરે પાણીની ટાંકીવાળા બાથરૂમ સાથે શૌચાલય બનાવી પૂરા કર્યા છે…

નિયમિત માસિક સ્વાસ્થ્ય સુધારણા કાર્યક્રમ હેઠળ સમર્પણ ભાવના સાથે ડોક્ટર સાહેબોના પૂણ્ય પ્રયાસથી
તા:26:01:2025ના રોજ રવિવારે બંધણા ગામ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે.
જેમાં અનુભવી,ખ્યાતનામ અને સેવાભાવી *M.D.* ની ટીમ
*[1]ડો.પરેશ પરીખ*
*[સર્વ રોગના નિષ્ણાત]*
*[2]ડો.અશિષ સક્સેના*
*[આંખના રોગનાનિષ્ણાત]*
*[3]ડો.પ્રભાકર ઠાકુર*
*[નાક કાન ગળાના રોગના નિષ્ણાત]*
*[4]ડો.રાકેશ સોની*
*[બાળ રોગના નિષ્ણાત]*
*[5]ડો.નિસર્ગ મોદી*
*[ચામડીના રોગના નિષ્ણાત]*
*[6] ડૉ.આસ્થા ત્રિવેદી*
*[સ્ત્રી રોગના નિષ્ણાત]*
કેમ્પમાં નિઃશુલ્ક સેવા આપશે.
જેમાં હિંમોગ્લોબિન,ડાયાબિટીસ,બ્લડ પ્રેસર અને શરીરીક તપાસ કરી એક મહિનાની દવા ફ્રી આપવામાં આપશે તથા આંખોના નંબર તપાસી ચશ્માં આપવામાં આવશે…

બંધણા ગામ સર્વે ભાઈ-બહેનો તરફથી અત્યાર સુધી મળેલ સાથ-સહકાર અને સફળ પરિણામ..અમને પ્રોત્સાહીત કરે છે.

*સમય:-તા:26:01:2025ને રવિવારે*

*સવારે 10:00 થી બપોરે 2:00*

*સ્થળ:-બંધણા ગામ પ્રા.શાળા..*

શુભ આશયથી ફક્ત બંધણા ગામ જ નહીં પરંતુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગરીબ દરિદ્રનારાયણ દર્દીઓએ અપીલ કે આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લઇ શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત થાય કરવા વિનંતી….
આભાર.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!