GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર રામબાગ મંદિર ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો ૪૦૦ લાભાર્થીઓ લાભ લીધો

વિજાપુર રામબાગ મંદિર ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો ૪૦૦ લાભાર્થીઓ લાભ લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ડ્રીમ ફાઉન્ડેશન અને આયુષ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન રવિવારે રામબાગ મંદિર હોલમાં કરવામાં આવ્યું હતુ.જેમાં સવારે ૯ થી ૧૨ કલાક મા ૪૦૦ થી વધુ લોકો એ લાભ લીધો હતો જેમાં તમામ રોગોના ડોક્ટરોની ટિમ થી લઈને E.C.G, X- Ray તેમજ દવાઓ નિઃશુલ્ક રાખવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય ડો સી.જે.ચાવડા હાજરી આપી હતી.તેઓએ દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ને ખૂલ્લો મુક્યો હતો. આ કાર્યક્રમમા રમીલા બેન દેસાઈ પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ પટેલ પીઆઇ પટેલ માધુકાકા તેમજ હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આયુષ હોસ્પિટલની ટીમ અને ડ્રીમ ફાઉન્ડેશન (જાયન્ટ્સ ગૃપ) ના સભ્યો દ્વારા કેમ્પમા આવેલ જરૂરિયાતમંદ લાભાર્થીઓ ને લોકોને મદદરૂપ બન્યા હતા. આ પ્રસંગે ફાઉન્ડેશન ફાઉન્ડર કૌશિક પટેલના જણાવ્યું હતુકે આ કેમ્પ મા 400 કરતા પણ વધારે લાભાર્થીઓ
દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તેમજ વધુ સારવાર નો લાભ પણ આયુષ હોસ્પીટલ ના ડોકટરો દ્વારા પૂરી પાડવામાં આવશે અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ડ્રીમ ફાઉન્ડેશન સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!