ભારત વિકાસ પરિષદ, વાઇલ્ડ કેર કંઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ – કેશોદ દ્વારા કલ્પવૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું
ભારત વિકાસ પરિષદ, વાઇલ્ડ કેર કંઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ - કેશોદ દ્વારા કલ્પવૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું

ભારત વિકાસ પરિષદની કલ્પવૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ વૈભવ બુક સ્ટોર સ્ટેશન રોડ ખાતે કરવામાં આવેલ આ રોપા વિતરણ માં વિવિધ પ્રકારના 1,050 રોપાનું વિતરણ કરવામાં આવેલ. જેમાં સીતાફળ, જામફળ, રાવણા, બદામ, આસોપાલવ, કોઠા, તુલસીજી, બોરસલી, બીલી, ગુલમહોર, સરૂ તેમજ પારિજાત, પારસપીપળો, કડવોલીમડો અને લાલ મહેંદી જેવા વિવિધ પ્રકારના ફળાઉ, ઔષધીય તેમજ છાંયડો આપતા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવેલ. તેમજ સવારથી ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીર સિંહ જાડેજા સ્થાપક પ્રમુખ ડો.સ્નેહલ તન્ના તેમજ સામાજિક વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગીયાએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. તેમજ ભારત વિકાસ પરિષદના જગમાલભાઈ નંદાણીયા, ભુપેન્દ્રભાઈ જોશી, ઉષાકાન્તભાઈ ભટ્ટ, ડો.પ્રો. ગજેરા સાહેબ, જીતેન્દ્રભાઈ ધોળકિયા, દિનેશભાઈ કાનાબાર તેમજ પ્રકાશભાઈ ચાવડા અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના વિશાલભાઈ પાણખાણીયા એ રજીસ્ટ્રેશન ટેબલ ની જવાબદારી સંભાળેલ.આ રોપાઓ કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની વૃક્ષપ્રેમી જનતા દ્વારા લઈ જઈ તેમના નિવાસસ્થાન આજુબાજુ તેમજ ખેતર વાડીમાં વાવી તેમજ ઉછેર કરવામાં આવે તેવી ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવેલ. આ વિતરણમાં અલગ અલગ એનજીઓ ના સદસ્યો તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી તેમજ મારું કેશોદ હરિયાળુ કેશોદ બને તેના માટે સૌએ ભેગા મળી ચિંતા સેવી હતી.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






