કાલોલ ધારાસભ્યની સુચના છતા તકલાદી કામ કરી સીસી રોડ બનાવતા સ્થાનિક સોસાયટીના રહીશો એ કામ અટકાવ્યુ.

તારીખ ૦૭/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કલોલની પરંબા સોસાયટી મા હલકી ગુણવત્તાના નો સીસી રોડ બે માસમાં ધોવાઈ જતા પાલિકાએ પુનઃ નવો રોડ બનાવવા કામ આપેલ અને ગત સોમવારે કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આ રોડ ની મુલાકાત લઈ કોન્ટ્રાકટર તથા ચીફ ઓફિસર ને રૂબરૂ બોલાવી સારો રોડ બનાવવા સુચનાઓ આપી હતી તેમ છતા પણ શનિવારે સવારે સીસી રોડ નુ તકલાદી કામ શરૂ થયુ હતુ અને વરસાદના પાણી ને ઉલેચી સિમેન્ટ રેતી પાથરી કામ શરૂ થતા સ્થનિકો એકત્ર થયા હતા અને સારો રોડ બનાવો નહીતો કામ બંધ કરો તેમ કહી કામ અટકાવી દીધુ હતુ વિકસ ના કામો મા ધારાસભ્યની સુચનાઓ ને પણ તંત્ર ના અધિકારીઓ ગણકારતા નથી અને પોતાનુ ધાર્યું કરે છે. જોકે સ્થાનિકોએ સીસી રોડ નુ કામ અટકાવી સ્થાનીક નેતાઓ ને વાત કરી હતી. મળતી માહિતી મુજબ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આ રોડ અને કાલોલ તળાવ ના કામો બાબતે ગાંઘીનગર ખાતે રજૂઆત કરી તપાસ કરાવવાની માંગ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.





