
ભારત વિકાસ પરિષદ તેમજ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ કેશોદ આ ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કેશોદ ખાતે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં રાવણા, મીઠો લીમડો, પારસ પીપળો, દાડમ, બોરસલી, બદામ, આસોપાલવ, જામફળ, સરગવો, તેમજ સિતાફળી, રાયણ, જેવા વિવિધ પ્રકારના વૃક્ષોના 1200 જેટલા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. ઉપરોક્ત 1200 રોપાઓ ઉપરાંત વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના જીતુભાઈ પુરોહિત તેમજ વિશાલ પણખાણીયા દ્વારા આશરે 50 જેટલા સરગવાના રોપાઓ જાતે તૈયાર કરી તેમનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગિયા તેમજ કેશોદ વનપાલ આર.વી.ચૌહાણ, ભાટ સિમરોલી વનપાલ શ્રી કે.એમ.રાઠોડ, અજાબ વન રક્ષક પી.આર.ગાધે અને ભારત વિકાસ પરિષદ કેશોદના સંયોજકો હરેશભાઈ પંડ્યા, હિરેનભાઈ ચાવડા અને પ્રકાશભાઈ ચાવડા તેમજ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદના સંયોજકો વિશાલ પાણખાણીયા અને નિશાંત પુરોહિત તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદના હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





