
સદભાવના ટ્રસ્ટ કેશોદ દ્વારા છેલ્લા બાર વર્ષથી “ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી એ જ સાચી માનવતાની વાણી” સુત્ર સાથે સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્યત્વે જરૂરિયાત મંદોને હરરોજ નિશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્રારા ક્યારેય કોઇપણ પ્રકારનું આર્થિક ફંડ એકઠું કરવામાં આવતું નથી અહીં લોકો સ્વેચ્છાએ દાનની સરવાણી વહાવે છે. મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઇ દેવાણી અને તેમની ટીમ ભરતભાઇ વડાલીયા ચંદુભાઇ હીરાણી દ્રારા સુંદર રીતે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલ જ્યોત્સનાબેન સાંગાણી,ગીતા બહેન વણપરિયા અને મધુબેન બારૈયા દ્રારા રસોડા વિભાગમાં સેવા આપવામાં આવી રહી છે. ટિફિન સેવાની સાથે અનેક સેવાકીય પ્રવૃતિઓ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






