MANDAVIRAPAR

કચ્છના કાળા ડુંગર ખાતે યોજાયેલા લોકસંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમે લોકોને મંત્રમુગ્ધ કર્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૯ સપ્ટેમ્બર : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી કચ્છના કાળા ડુંગર ખાતે તાજેતરમાં કચ્છી આરાધી ભજન ગ્રુપ દ્વારા કચ્છી લોકવાદ્યો અને કચ્છી લોકસંગીતના સાંસ્કૃતિક – લોકડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે શ્રી ગુરુદત્તાત્રેય મંદિરના પુજારી શ્રી ગોકુલભાઇ મહારાજના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મહેન્દ્રભાઇ, શ્રી શંકરલાલ, શ્રી હિરેનભાઈ, શ્રી ડુંગરસિંહ અને દત્ત મંદિરના મેનેજરશ્રી રણજીતસિંહ જાડેજા હાજર રહ્યા હતા. કલાકારોએ સિતાર, જોડીયોપાવો, ઢોલક, ઝાંઝ જેવા કચ્છી વાજિંત્રનો સૂર રેલાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!