BANASKANTHAGUJARATPALANPUR
જી. ડી મોદી કોલેજ ઓફ આર્ટસ દ્વારા બી. એ. સેમ 1 ના વિદ્યાર્થીઓ માટે ફ્રેશરમીટ નું આયોજન કરવામાં આવ્યું
8 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા । । જી. ડી મોદી કોલેજ ઓફ આર્ટસ દ્વારા બી. એ. સેમ 1 ના વિદ્યાર્થીઓ માટે ફ્રેશરમીટ નું આયોજન કરવામાં આવ્યું . જેમાં કોલેજ માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કેળવણી મંડળ ના ઉપપ્રમુખ શ્રી આર. વી. શાહ સાહેબ , જી ડી મોદી કોલેજ ઓફ આર્ટસ ના પ્રિન્સિપાલ શ્રી ડૉ.રાધાબેન પટેલ તેમજ અધ્યાપક ગણ ઘ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.કોલેજ માં ચાલતી વિવિઘ પ્રવૃત્તિ N.S.S.,N.C.C,કલ્ચરલ એક્ટિવિટી , સ્પોર્ટ્સ એક્ટિવિટી, વુમન સેલ , ઇનોવેશન ક્લબ થી વિધાર્થીઓને પરિચિત કરાવી તે અંગે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું.