પતિ પત્ની વચ્ચે ના પારિવારિક ઝઘડાઓ નું સુખદ સમાધાન કરાવતી 181 અભયમ ટીમ.

તારીખ ૨૦/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ચાર દિકરીઓ ની અને એક દિકરા ની માતા એ કર્યો 181મહિલા હેલ્પલાઇન ને ફોન મહિલાએ ઓને પડતી મુશ્કેલીને લઈને 181અભયમ મહિલા હેલ્પલાઇન અવાર નવાર મહિલાએ ઓને મદદ કરી હોય છે.ત્યારે વડોદરા જિલ્લાના દેસર તાલુકાના વિસ્તાર મા રહેતા એક પીડીત મહિલાએ 181 અભયમ મહિલા ટીમ ની મદદ માટે કોલ કરતા અભયમ મહિલા ટીમ કોલ કરેલા મહિલાના ઘરે પહોચી મહિલાનુ કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યુ કે હતું કે પીડીત મહિલાને ચાર દિકરીઓ અને એક દિકરો હોય તેમના પતિ નશો કરી હેરાન કરે છે.તેમજ પીડિત મહિલા ને અને દિકરીઓ ને ઘર મા રેહવા નહી દેતા તેમજ પીડિત મહિલા જોડ મારપીટ કરે છે.નશો કરી ને અને પાડોશીઓ ને ખરાબ શબ્દો બોલતા હોય અને કોઈ પણ પ્રકાર ની ઘરની જવાબદારી પૂર્ણ કરતા ન હોય જયારે પાદરા 181 ની ટીમે મહિલા ના પતિનું અસરકારક કાઉન્સિલિંગ કયુઁ તેમની સાથે વાતચીત કરી અને પીડીતા ના પતિએ જણાવેલ કે હવે પછી નશો કરી ઘર મા ઝઘડાઓ નહી કરૂ અને ઘર ની પુરી જવાબદારીઓ નિભાવીશ તેમજ મારી પત્ની ને કોઈ પણ પ્રકાર નો ત્રાસ નહિ આપું તેની ખાતરી આપી હતી અને બાંહેધરી આપી અને પતિ પત્ની વચ્ચે ના પારિવારિક ઝઘડાઓ નું સુખદ સમાધાન કરાવેલ અને બેન ને 181અભયમ ટીમ નીમદદ મળેલ તે બદલ આભાર વ્યક્ત કરેલ.






