વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*અંડર-૧૪ માં કુલ ૪ મેડલ, અંડર-૧૭ માં કુલ ૧૦ મેડલ અને ઓપન એજ ગૃપમાં કુલ ૨ મેડલ મળવી ડાંગ જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે:*
તાજેતરમાં જ યોજાઇ ગયેલ ખેલ મહાકુંભ ૩. ૦ અંતર્ગત રાજય કક્ષાની આર્ચરી સ્પર્ધા, રાજ્યના ગીરીમથક સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ સૌથી વધુ મેડલ મેળવતાં ડાંગ જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે.
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગના અંડર-૧૪ એજ ગૃપમાં ૪ મેડલ, અંડર-૧૭ એજ ગૃપમાં કુલ ૧૦ મેડલ અને ઓપન એજ ગૃપમાં કુલ ૨ મેડલ મળી ડાંગ જિલ્લાના ખેલાડીઓએ કુલ ૧૬ મેડલ મેળવ્યાં હતાં. જેમાં ૪ ગોલ્ડ ૭ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ મેળવી ડાંગ જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવ્યો છે.
ડાંગ જિલ્લાનું ગૌરવ વધાવનાર આ તમામ ખેલાડીઓને જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અલ્કેશ પટેલ, આર્ચરી કોચ શ્રી જીતુભાઇ રાજપુત, ટ્રેનજ શ્રીમતી અનિતાબેન રાઠવા તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ટીમે અભિનંદન પાઠવ્યાં હતાં.