AHAVADANG

સાપુતારા: સ્થાનિક રોજગારી સર્જન ‘ટ્રાયબલ ફૂડ, આર્ટ, ક્રાફ્ટ તથા ટ્રાયબલ મેડિસિન મેળાનુ સમાપન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ આયોજિત ૨૧ દિવસિય ‘મોન્સૂન ફેસ્ટિવલ’ ના સમાપન સાથે છેલ્લા એક સપ્તાહ માટે યોજાયેલા ‘ટ્રાયબલ ફૂડ, આર્ટ, ક્રાફ્ટ તથા ટ્રાયબલ મેડિસિન મેળા’નુ પણ સમાપન થવા પામ્યુ છે.

રાજયના આદિજાતિ વિકાસ વિભાગ અને ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળાનુ તા.૧૭મી ઓગસ્ટે સમાપન કરતા કાર્યપાલક નિયામકશ્રી ડો.સી.સી.ચૌધરીએ, આ મેળામા રાજ્યના વિવિધ આદિજાતિ જિલ્લાઓમાંથી પોતાની પરંપરાગત વનઔષધિ, પ્રાકૃતિક ખેત પેદાશો, પરંપરાગત વાનગીઓ, ગ્રામીણ કલાકૃતિઓ સહિતની અલભ્ય ચીજવસ્તુઓનુ વેચાણ અને પ્રદર્શન યોજાયુ હતુ. જેમા ભાગ લેનારા ૩૦ થી વધુ સ્ટોલ ધારકોને અંદાજીત દસ લાખ રૂપિયાથી વધુની આવક થવા પામી છે એમ જણાવ્યુ હતુ. ચૌધરીએ સ્થાનિક રોજગારી સર્જન માટે આવા મેળાવડાઓ ખૂબ સફળ રહ્યા છે તેમ જણાવી, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કાર્યક્રમનો ખ્યાલ આપ્યો હતો. તેમણે આ ઉજવણી કાર્યક્રમનો સમાપન સમારોહ તા.૧ થી ૧૫ નવેમ્બર-૨૦૨૫ દરમિયાન સંભવતઃ એકતા નગર ખાતે યોજાશે. જેમા પણ આવા સ્ટોલ્સના માધ્યમથી આદિજાતિ લોકકલા, પરંપરા, ઉપચાર પદ્ધતિ, ખાનપાન, કલા કૌશલ્ય જેવી બાબતોને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરાશે, તેમ કહ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!