AHAVADANGGUJARAT

આહવા ખાતે મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી જ દિન-દહાડે 77 હજાર રૂપિયાની ચોરી થતા ખળભળાટ મચ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગના આહવા ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે બજાવતા મહિલાના ઘરમાંથી અજાણ્યા ચોર ઈસમે 77 હજાર રૂપિયાની ચોરી કરેલ હોવાની ઘટના સામે આવતા,પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે.આહવા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન આનંદભાઈ બાગુલ (રહે. વેરિયસ કોલોની, આહવા તા.આહવા જી.ડાંગ)નાઓ રાબેતા મુજબ પોતાની નોકરી પર ગયા હતા.અને તેમનો દીકરો આદર્શ વાળ કાપવા માટે આહવા ટાવરમાં ગયેલો હોવાથી તેમણે ચાવી ડોર બેલ પાસે મૂકી હતી.જોકે તેઓ બપોરે જમવા માટે પરત ઘરે આવ્યા ત્યારે ઘરના પાછળના ભાગે રસોડાનો દરવાજો ખુલ્લો હતો. અને બારી પણ અડધી ખુલ્લી જોવા મળી હતી.ત્યારે ઘરમાં કોઈ ઘુસેલ હોય તેમ લાગતા તેમણે લાકડાનો કબાટ ખોલીને જોયો હતો ત્યારે લોક પણ તૂટેલો હતો. જે બાદ કબાટની તપાસ કરતા કબાટમાં મુકેલ રોકડ 77 હજાર રૂપિયા જોવા મળ્યા ન હતા. જોકે અન્ય કીમતી ચીજ વસ્તુઓ સહી સલામત જોવા મળી હતી. ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ઘરમાં પ્રવેશ કરીને 77 હજાર રૂપિયાની ચોરી કરેલ હોવાનું જણાઇ આવ્યું હતુ.આ બનાવને પગલે મહિલા કોન્સ્ટેબલે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હાલમાં આહવા પોલીસની ટીમે ચોરીનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!