
કેશોદની સરકારે ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના 3હજાર કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કેશોદ શહેરની માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજરોજ પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયેલ છે જે 29 જાન્યુઆરી સુધી ચાલશે આ પરીક્ષાઓ સવારે 11:00 વાગ્યા થી એક વાગ્યા સુધી અમુક શાળાઓમાં બે શિફ્ટમાં વિવિધ વિષયોની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે શિક્ષણ વિભાગના દ્વારા મળતી માહિતી મુજબ કેશોદ શહેરની 12 સરકારી તેમજ ગ્રાન્ટેડ તથા 18 જેટલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ધોરણ 9 તથા 10 સામાન્ય પરીક્ષાઓ તથા ધોરણ 11 અને 12મા ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયેલ છે જેમાં ધોરણ 9 તથા 11 નો અભ્યાસક્રમ ડિસેમ્બર મહિના સુધીનો રહેશે જ્યારે ધોરણ 10 અને 12 નો અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે કોઈપણ શાળાઓ દ્વારા પ્રશ્નપત્ર ની ગોપનીયતા ભંગ કરનાર શાળા કે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત કેશોદ શહેરમાં ધોરણ ત્રણ થી આઠ સુધી તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ નો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે જે અનુસાર બીજા સત્રની ત્રિમાસિક પરીક્ષાઓ બીજી ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવેલી છે આ કસોટીઓમાં દરેક વિષયના ૪૦ _૪૦ ગુણના રાખવામાં આવેલા છે જેના માટે 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





