
ફૈઝ ખત્રી…શિનોર
શ્રી સંદિપસિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી સુશિલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરાગ્રામ્ય નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ તથા હેરા-ફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા જે.એમ.ચાવડા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી., વડોદરા ગ્રામ્ય નાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામા આવેલ. જે અંતર્ગત એચ.એમ.જાળીયા, પોલીસ સબ ઇન્સપેકટર, તથા પી.જે.પટેલ, પોલીસ સબ ઇન્સપેકટર તથા એસ.ઓ.જી. સ્ટાફને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામા આવેલ.
જે સુચના આધારે જિલ્લામાં આ પ્રકારની ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરા-ફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે સારૂ ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસ ઇન્સપેકટર, એસ.ઓ.જી. નાઓએ અલગ-અલગ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરેલ. જે અંતર્ગત શિનોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. ટીમને ખાનગી બાતમીદારથી ચોકકસ બાતમી મળેલ કે, રમણભાઇ મોતીભાઇ પાટણવાડીયા, રહે.મીંઢોળ ગામ, પાટણવાડીયા ફળીયુ, ટેકરા ઉપર તા.શિનોર, જિ.વડોદરા નામનો ઇસમ પોતાની માલિકીના વાડામાં તથા કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાનું સેવન તથા વેચાણ કરી રહેલ છે. જે હકિકત આધારે એસ.ઓ.જી. ટીમે રેઇડ કરી ઝડતી તપાસ કરતા
મજકુર ઈસમના વાડામાં વાવેતર કરેલ ગાંજાના કુલ-૧૨ લીલા છોડ મળી આવેલ તથા તેના રહેણાંક મકાનમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના સુકાયેલા પાનનો ભુકો તથા બીજ મળી આવેલ હોય જેથી આરોપી વિરુધ્ધ શિનોર પો.સ્ટે. માં NDPS Act ૮ (સી), ૨૦(બી)૨(સી), ૨૯ હેઠળ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.




