ARAVALLIGUJARATMODASA

શામળાજી પોલીસે ફર્નિચરના સામાનની આડમાંથી લઇ જવાતો કિ.રૂ.૨૬,૯૫,૨૦૦/- નો દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ ટ્રક ગાડી સાથે 1 આરોપી ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

શામળાજી પોલીસે ફર્નિચરના સામાનની આડમાંથી લઇ જવાતો કિ.રૂ.૨૬,૯૫,૨૦૦/- નો દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ ટ્રક ગાડી સાથે 1 આરોપી ઝડપાયો

શામળાજી પોલીસે ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર HR-68-C-9873 નીમાં લોડીંગ કરેલ ખાખી પુંઠાના કવરીંગમાં પેક કરેલ ફર્નિચરના સામાનની આડમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૪૪ જેની કુલ બોટલ/કવાર્ટર નંગ-૪૭૮૮ કિ.રૂ.૨૬,૯૫,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વપરાયેલ ટ્રક ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી ફૂલ કિંમત રૂપીયા ૩૮,૦૫,૨૦૦/- નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી.”

પોલીમ ઇ-ગીર ડી. નાઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.આર.ચૌધરી નાઓ અણસોલ ચેક પો.સ્ટ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી.ડીડોર નાઓને અંગત બાતમીદાર રાહે હકીકત મળેલ કે, ટાટા કંપનીની ટૂંક ગાડી નંબર HR68C9873 નીમાં તેનો ચાલક ફર્નિચરના સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અણસોલ બોર્ડર થઇ ગુજરાતમાં પ્રવેશ કરનાર છે જે આધારે શામળાજી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે બાતમી હકીકતવાળી તેમજ શકપડતી નાના મોટા વાહનોનું ચેકીંગ કરતા હતા તે દરમ્યાન બાતમી હકીકતવાળી ટાટા કંપનીની ટુક ગાંડી નંબર HRS8C9873 ની આવતા સદરી ટૂંક ગાડીના ચાલકને બેરેકેટીંગની આડાશ તથા હાથથી ઇશારો કરી ઉભી રખાવી સુંદર ટુક ગાડીમાં ચાલક બેસેલ હોય ટ્રક ગાડીમાંથી નીચે ઉતારી ટુકગાડીમાં શું ભરેલ છે તે બાબતે પુછતા ટક ગાડીમાં ફર્નિચરનો સામાન ભરેલ છે અને પુના (મહારાષ્ટ્ર) ખાતે લઇ જવાના હોવાનું જણાવેલ પરંતું સદરી ટૂંક ગાડીમાં વિદેશી દારૂ ભરેલાની બાતમી હકીકત હોય ટ્રક ગાડીમાં તપાસ કરતાં ટુકગાડીમાં ફર્નીચરના સામાનની આડમાં વિદેશી દારૂની ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૪૪ જેની કુલ બોટલ કવાર્ટર નંગ ૪૭૮૮ જેની કિ.રૂ.૨૬,૯૫,૨૦૦/- નો પોહી મુદામાલ મળી આવેલ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર HR68C9873 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા ખાખી પુંઠાના કવરીંગમાં પેક કરેલ ફર્નિચરનો સામાન જેની આશરે કિં.રૂ.૧,૦૦,૦૦૦/-ની ગણી મળી કુલ કિ.રૂ. ૩૮,૦૫,૨૦૦/-નો મુદામાલ કબ્જે કરી ટ્રક ગાડી ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!