GUJARATHALOLPANCHMAHAL

હાલોલ : રૂબામીન કંપનીમા ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી,ચાર ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૧૨.૨૦૨૫

હાલોલ નગરના ઔધોગિક વિસ્તારમાં આવેલી રૂબામીન કંપની માં આજે મોડી સાંજે કંપની માં ફર્નેશ ઓઈલ ની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી હતી બનાવને પગલે કંપની માં ભાગદોડ મચી જવા પામી હતી.જોકે ઘટનામાં કોઈ જાનહાનિ કે ભારે નુકશાન થયુ હોવાનું આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધી જાણવા મળી આવ્યું નથી.હાલોલના ઔધોગિક વિસ્તારમાં આવેલી રૂબામીન કંપની માં આજે મોડી સાંજે સાત વાગ્યાના સમય ગાળા દરમિયાન કંપની ની અંદર આવેલ ફર્નેશ ઓઈલના સ્ટોરેજ વિભાગની અંદર આવેલ ટેન્કમાં અચાનક ધડાકા ભેર બ્લાસ્ટ થતા આજુબાજુ ના વિસ્તારમાં કોઈ ધડાકો થયો હોવાનું જણાઈ આવ્યું હતું કંપનીમાં ધડાકાભેર ટેન્ક ફાટતા ની સાથે આગ ભભૂકી ઊઠી હતી ઘટનાને પગલે કંપની કામદારોમાં ભાગદોડ મચી જવા પામી હતી આગને કાબૂમાં લેવા માટે કંપની માં રાખવામાં આવેલ સેફ્ટી ઉપકરણો થી આગને કાબૂમાં લેવા ની પ્રયાસ હાથ ધરાયો હતો સાથે સાથે ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં લઈને કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સંપર્ક કરી મદદની માંગ કરવામાં આવી હતી જેને લઈ હાલોલ કાલોલ તેમજ ખાનગી કંપની ઓન ફાયર બ્રિગેડ કંપની ખાતે દોડી આવ્યા હતા જોકે ગણતરીન કલાકોમાં આગ પર કાબુ મેળવતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો જોકે ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઈ હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જાણી શકાયું નથી.

Back to top button
error: Content is protected !!