DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

H.O.થી સુચના આવ્યે વધુ પગલા લેવાશે-R.O. GPCB

 

કારખાનાના ગંદા પાણી-જામનગરમાં ચાર કારખાનામાં તપાસ બાદ દંડ કે ક્લોઝર?? સૌ જાણકારોની નજર

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરમાં અમુક કારખાનાના વેસ્ટ પાણી ટ્રીટમેન્ટ વગર છોડાતા પાણી અંગે જામનગર સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઇજનેરોએ ચારેક જગ્યાએ તપાસ કરી પાણીના નમુના લીધા છે અને હવે આગળની કાર્યવાહીમાં દંડ થાય છે કે ક્લોઝર અપાય છે તે બાબત ઉપર જાણકારોની નજર છે

જામનગર જીપીસીબીના રીજનલ ઓફીસર જી.બી.ભટ્ટએ જણાવ્યા મુજબ  તારીખ ૦૨/૧૨/૨૦૨૫ ના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી, જામનગર દ્વારા શિવમ એસ્ટેટ, દરેડ પાસે જામનગર ખાતે ગેરકાયદેસર ચાલતા ઇલેક્ટ્રોપ્લેટિંગના ચાર એકમો પકડવામાં આવેલ છે. જેમના દ્વારા ઔદ્યોગિક ગંદુ પાણી ટ્રીટમેન્ટ વગર બહાર ફેકાતું માલુમ પડે. આ અંગે જરૂરી કાર્યવાહી માટે રિપોર્ટ બોર્ડની કચેરી ગાંધીનગરને કરવામાં આવશે.(1) જય મહાદેવ ઇલેકટ્રોપ્લેટર્સ (2) ખોડલ ઇલેકટ્રોપ્લેટર્સ (3) વેવ ઇલેકટ્રોપ્લેટર્સ અને 4) નામ ન હતુ પણ પાણી નીકળતુ હતુ તેવુ અનામી કારખાનુ એમ ચાર જગ્યાએ તપાસ થઇ છે

___________________

રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!