શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ,વિસનગર ખાતે 78 મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો

15 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે તા-15 ઓગસ્ટ 2024 ના રોજ “78 માં સ્વાતંત્ર્ય પર્વ”ની ઉજવણી કરવામાં આવી. આ પર્વની ઉજવણીમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી ડૉ .વી.વી.ચૌધરી તથા અતિથિ વિશેષશ્રી રવિકાન્તભાઈ (મેનેજરશ્રી, કેનેરા બેંક) બેંકના અન્ય અધિકારીશ્રી, સંકુલના પ્રિન્સીપાલશ્રીઓ, સારસ્વત મિત્રો, વાલીગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.78 માં સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રધ્વજ કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ .વી.વી.ચૌધરીના વરદ્ હસ્તે ફરકાવવામાં આવ્યો હતો. તથા મંત્રીશ્રી ડૉ . વી.વી.ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં ક્રાંતિવીરો અને શહીદોની શહાદતને યાદ કરી “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી તથા અતિથિ વિશેષશ્રી રવિકાન્તભાઈએ આઝાદીના મૂલ્યોનું જતન કરી “વસુધૈવ કુટુમ્બકમ્” ની ભાવના વિકસાવવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભરતનાટ્યમ નૃત્ય, દેશભક્તિ ગીતો, દેશભક્તિ નૃત્ય, સાંસ્કૃતિક નૃત્ય વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિતિ સૌ મહાનુભાવો, વાલીગણ તથા અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ દેશભક્તિ ઉજાગર કરી હતી. અંતમાં ચોકલેટ આપીને આદર્શ શૈક્ષણિક સંકુલના દરેક વિદ્યાર્થીનું મોં મીઠું કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સુપરવાઈઝરશ્રી લવજીભાઈ જી.ચૌધરી તથા શ્રીમતી કોકીલાબેન કે.ચૌધરીએ કર્યું હતું. સમગ્ર સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો




