
તા.૦૭.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લાયન્સ પરિવાર દ્વારા શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 આણંદ,ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ લાયન્સ પરિવાર દ્વારા શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત ” શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ “તારીખ 7/9/ 2025 ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે ચંચળબા ઓડિટોરિયમ આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું. જેમાં લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા દ્વારા નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષક આશિષભાઈ દરજી તથા કાચલા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા સાકરદા ની મદદનીશ શિક્ષિકા શ્રીમતી એલવિનાબેન મછાર બંને શિક્ષક મિત્રોના શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન ને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હતી. આણંદ ખાતે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને મંત્રી શ્રી ભીખુભાઈ પટેલ અને કી નોટ સ્પીકર એસ.પી.યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર શ્રી નિરંજનભાઇ પટેલ ના વરદ હસ્તે સન્માન પત્ર અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે સ્પેશિયલ ગેસ્ટ વીએમસીસી લાયન મનોજભાઈ પરમાર આ ઉપરાંત પીએમસીસી જયંતીભાઈ પટેલ, પીએમસીસી લાયન જેપી ત્રિવેદી, પીડીજી લાયન પ્રભુ દયાલ વર્મા ,લાયન ભરતભાઈ શાહ, લાયન ઉપેન દીવાનજી, કેબિનેટ સેક્રેટરી અને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના મંત્રી લાયન યુસૂફી કાપડિયા, સન્માન સમારોહના કન્વીનર ઘનશ્યામ પરમાર, ચેરમેન કમલેશભાઈ સુખડિયા, કો ચેરમેન લાયન હેમંતભાઈ પરીખ, લાયન હેમંત ભાઈ વર્મા, લાયન અનિરુદ્ધ ઉપાધ્યાય તેમજ દાહોદ મહીસાગર પંચમહાલ ખેડા અને આણંદના ખૂબ મોટી સંખ્યામાં લાયન મિત્રો તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટી ના તમામ મેમ્બરો દ્વારા બંને શિક્ષક મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા




