વાવ ખાતે ગંજીપાનાનો જુગાર રમતા ઈસમોને પકડી પાડતી જુગાર સ્પેશ્યલ ટીમ,પાલનપુર.
વાવ ખાતે ગંજીપાનાનો જુગાર રમતા ઈસમોને પકડી પાડતી જુગાર સ્પેશ્યલ ટીમ,પાલનપુર.

વાવ ખાતે ગંજીપાનાનો જુગાર રમતા ઈસમોને પકડી પાડતી જુગાર સ્પેશ્યલ ટીમ,પાલનપુર.
ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ,અક્ષયરાજ પોલીસ અધિક્ષક બ.કાં.જીલ્લાનાઓએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોઈ જે અન્વયે સી.એફ.ઠાકોર, પોલીસ ઈન્સપેકટર પાલનપુરના માર્ગદર્શન હેઠળ જુગાર સ્પેશ્યલ ટીમ પાલનપુરના સી.એફ.ઠાકોર પો.ઈન્સ,વિજયકુમાર એ. એસ. આઈ.,રસીકજી હેડ કોન્સ., સંજયસિંહ પો.કોન્સ.,જગુભા પો.કોન્સ.ની ટીમ ગંજીપાના, ઘાણી-પાસા, ક્રિકેટ સટ્ટો, વરલી મટકા વિગેરેના જુગાર ધામ ચલાવતા ઈસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ઈશ્વરીયા ગામે આવતા પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ વાઘેલાની ખાનગી બાતમી હકીકત આધારે ઈશ્વરીયા ગામની સીમમાં રહેતા પાંચાજી અરજણજી ઠાકોરના રહેણાંક ખેતરમાંથી કેટલાક ઈસમો ભેગા થઈ ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી-રમાડતા કુલ-૪ ઈસમો પકડાઈ ગયેલ અને સદરે ઈસમોની અંગ ઝડતી માંથી રોકડા રકમ રૂ.૧૫,૯૬૦/- તથા મોબાઈલ ફોન નંગ-૪ કિં.રૂ.૨૨,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૨ કિં.રૂ.૭૦,૦૦૦/- તથા જુગાર રમતા ગંજીપાના સાહિત્ય કિં.રૂ.00/૦૦ મળી કુલ્લે રૂ.૧,૦૭,૯૬૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી વાવ પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જુગારની રેડ દરમ્યાન ચાર ઈસમો નાશી ગયેલ છે.
પકડાયેલ આરોપીઓ –
(૧) દયારામ હરજીજી મોરખીયા (ઠાકોર) રહે.જાનાવાડા તા.વાવ
(ર)હંસાજી મણાજી ખસીયાતર (ઠાકોર) રહે.મેરા તા.ભાભર
(૩)દિનેશજી રામચંદજી અદરાણી (ઠાકોર) રહે. અબાસણા તા.ભાભર (૪)તીભાભાઈ કાંનજીભાઈ પરમાર રહે.ઈન્દરવા જુના તા.ભાભર
નાશી ગયેલ આરોપીઓ:-
(૧)અંબારામ ઠાકોર રહે.ઈન્દરવા નયા તા.ભાભર (ર)પંચાજી અરજણજી ઠાકોર રહે.ઈશ્વરીયા તા.વાવ (૩)વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ધારક (૪)હિરો કંપનીનું એચ.એફ. ડીલક્ષ મો.સા. નં.GJ08AM-5779 નો ચાલક
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530




