GUJARATJAMNAGARLALPUR

અલિયાબાડાની મહાવિદ્યાલયમાં કે.સી.જી.,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ ક્ષેત્રમાં ગેમિફિકેશન, સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએશન અને મોનેટાઇઝેશન વિષયક પર વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું.

 

16 ઓકટોબર 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગરના અલિયાબાડામાં આવેલ દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અને ઇનોવેશન ક્લબ, કે.સી.જી.,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “શિક્ષણ ક્ષેત્રમાં ગેમિફિકેશન, સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએશન અને મોનેટાઇઝેશન” વિષયક બે દિવસીય વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને શૈક્ષણિક પ્રક્રિયાને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવાનો છે. આ વર્કશોપમાં તજજ્ઞ તરીકે ડૉ.જીગ્નેશભાઇ ગોહિલ દ્વારા શિક્ષણમાં ગેમિફિકેશનના ઉપયોગ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શૈક્ષણિક કન્ટેન્ટ બનાવવાની રીતો તથા કન્ટેન્ટ મોનેટાઇઝેશનના વિવિધ માર્ગો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યુ. આ વર્કશોપ દ્વારા ભાગ લેનારાઓને શિક્ષણ ક્ષેત્રમાં નવીનતા લાવવા માટે પ્રેરણા તથા ટેકનિકલ કુશળતા બંને પ્રાપ્ત થઈ. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નબર આવનાર ને પ્રમાણ પત્ર અને મોમેન્ટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. રુપલબેન માંકડના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન ક્લબના કો- ઓર્ડિનેટર ડૉ.જીગ્નેશભાઈ લિંબાચિયા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!