GUJARATJUNAGADHKESHOD

કેશોદ બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત ઘટના સ્થળે જ કારચાલકનું મૃત્યુ

કેશોદ બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત ઘટના સ્થળે જ કારચાલકનું મૃત્યુ

કેશોદના બાયપાસ પાસે ટેન્કર તથા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો કેશોદ બાયપાસ પાસે ટેન્કર માંથી પાણી પીવડાવી રહ્યું હતું ત્યારે વેરાવળ તરફથી પુરપાટ ઝડપથી આવી રહેલી કાર ટેન્કરનાં પાછળના ભાગે ધડાકા સાથે ટકરાતા મોટર કારનો આગળ નો ભાગ ટેન્કરમાં ઘૂસી જતા મોટર કાર ચાલક નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું પોલીસ ની 112 સેવા તુરંત ઘટના સ્થળે પહોંચી હતી તેમજ 108 પણ ઘટના સ્થળે પહોંચ્યા પરંતુ મોટરકારનો બોનેટનો આગળનો ભાગ ટેન્કરના અંદરના ભાગમાં ઘૂસી જતા કારચાલકને બહાર કાઢવા મુશ્કેલ હતું જેથી ક્રેન ને ઘટના સ્થળે બોલાવી કાર તેમજ કારચાલકને દરવાજો તોડી બહાર કાઢવામાં આવેલો હતો મૃત્યુ પામનાર વ્યક્તિ નીરવ સોલંકી કોડીનાર પાસેના વડનગરનો રહેવાસી હતો એવું જાણવા મળેલ છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!