GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે રોડ પર વહેલી સવારે વડાલી રેલ્વે ફાટક નજીક ગમખ્વાર અકસ્માત

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે રોડ પર વહેલી સવારે વડાલી રેલ્વે ફાટક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય એક પોલીસ કર્મી ગંભીર રૂપે ઘાયલ થતા તેને હિંમતનગર સારવાર માટે ખસેડાયો છે ત્યારે અકસ્માત માટે જવાબદાર તંત્ર સામે ઠોસ પગલાં ભરવા ઉગ્ર માંગ ઊઠી રહી છે જોકે ખાનગી એજન્સીની બેદરકારીને પગલે અકસ્માતમાં બે ના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે હડકમ સર્જાયો છે. વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર વડાલી રેલ્વે ફાટક નજીક અંડરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે તેમજ રેલ્વે મંત્રાલય દ્વારા ખાનગી એજન્સીને અંડરબ્રિજ માટેનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે ત્યારે ટેન્ડર પ્રક્રિયા મુજબ ખાનગી કંપની ને કામ આપવામાં આવ્યું છે ત્યારે કેટલાય હજારો વાહન ચાલકોના જીવ જોખમે મૂકી ખાનગી એજન્સીનો માલિક અને સ્ટાફ વાહન ચાલકો સહીત રાહદારીઓને જીવન સાથે રમત રમી રહ્યા છે. એક તરફ રાત્રિના સમયે વડાલી થી ખેડબ્રહ્મા તરફ ખાનગી કાર ચાલકને ડાઇવર્જન નો અંદાજ ન આવતાં કાર ઝાડ સાથે ટકરાઇ હતી. જેમાં બે લોકોનાં મોત અને 5એક ઘાયલ થયો છે. ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીના સ્થળે ડાઇવર્જન આપવામાં આવ્યું છે જેમાં બેદરકારી હોવાને પગલે ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે ખાનગી એજન્સી દ્વારા રેલવે અંડરબ્રિજ નું કામ અત્યંત ગોકુળગતીએ ચાલતી હોવાના પગલે આજે બે વ્યક્તિઓના મોત થયા છે ત્યારે મોત થવા માટે સૌથી મોટી જવાબદારી અંડરબ્રિજ બનાવનારાની બેદરકારી હોવાનું બહાર આવ્યું છે એક તરફ રાત્રિના સમયે ડાયવર્ઝન ઉપર કોઈપણ પ્રકારની સુવિધા ન કરી હોવાના પગલે કાર ઝાડ સાથે અથડાતા બે વ્યક્તિઓના મોત થયા છે ત્યારે આ મામલે આગામી સમયમાં રાજકારણ ગરમાય તો નવાઈ નહી….

બોક્ષ-
વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર વડાલી રેલ્વે ફાટક નજીક અંડરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે. રેલ્વે મંત્રાલય દ્વારા ખાનગી એજન્સીને અંડરબ્રીજ માટેનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે ત્યારે ટેન્ડર પ્રક્રિયા મુજબ કામગીરી ન થતી હોવાની રાવ ઉઠવા પામી છે ત્યારે બીજી તરફ ખાનગી કંપનીનો માલિક ભાજપનો મળતિયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. એજન્સીનો માલિક અને ભાજપ સાથે સંકળાયેલ હોવાને પગલે કામમાં બેદરકારી દાખવી વાહન ચાલકોના જીવ જોખમે મૂકી ખાનગી એજન્સીનો માલિક અને સ્ટાફ હવા માં હવાતીયા મારી ટેન્ડર મુજબની કરવાની થતી કામગીરીમાં બેદરકારી દાખવી રહ્યો છે. રાત્રિના સમયે વડાલી થી ખેડબ્રહ્મા તરફ ખાનગીકારને ડાઇવર્જન માં બેદરકારી હોવાને પગલે ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત અને એક વ્યક્તિ ગંભીરરીતે ઘાયલ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ભાજપ નેતાના અંગત માણસને ટેન્ડર પાસ થયુ હોવાને પગલે ડાઇવર્જન માં કરવાની થતી કામગીરી સામે સવાલો ઉદભવી રહ્યાં છે….

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!