GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ગાંધી ડૉ.આંબેડકર બિરસા મુંડાની પ્રતિમાની સાફ-સફાઈ અને પુષ્પાંજલિ કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ:ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન પટેલ દ્વારા ખેરગામ ખાતે આવેલા ગાંધી સર્કલ બાબાસાહેબ આંબેડકર સર્કલ અને બિરસા મુંડા સર્કલ ઉપર સ્થાપિત પ્રતિમાઓની સફાઈ અને પુષ્પાંજલિ કાર્યક્રમનુ આયોજન કરવમાં આવ્યું.જેમાં ખેરગામ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઇ પટેલ,મંત્રી મુકુંદ પટેલ,યુવક બોર્ડ સંયોજક આતિશ પટેલ,નિહલ પટેલ,ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંત પટેલ,માજી સરપંચ કાર્તિક પટેલ વિજય પટેલ વિજયભાઇ રાઠોડ,અંબાબેન પટેલ મયુરીબેન પટેલ રીટાબેન પટેલ અન્ય કાર્યકર્તાઓએ હાજરી આપી,વીરને વંદન કરી તેમની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ કરી હતી.

Back to top button
error: Content is protected !!