કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ નદીમાં પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયુ

તારીખ ૧૮/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ઇડગાહ ઉપરથી પીવાનું પાણી ગામમાં આવતું હોય છે ત્યારે તે પીવાની પાણીની લાઇન નદીમાં થી થઈને મોટા મોહલ્લા ખાતે જતી હોય છે ત્યારે આ પીવાના પાણીની લાઈનમાં છેલ્લા બે મહિના થી ભંગાણ સર્જાયું છે ત્યારે આ પીવાની પાણીની લાઇન નદીની ગંદકીમાં જોવા મળી હતી ત્યારે આ ગંભીર સમસ્યા તાલુકા સભ્યના ધ્યાને આવી હતી ત્યારે તેમને વેજલપુર ગ્રામ પંચાયતમાં અનેક વખતે મૌખિક રજૂઆત કરેલ છે તેમ જણાવ્યું હતું તેમ છતાં આ વહીવટ કરનાર લોકોને આ ગંભીર સમસ્યાને નજર અંદાજ કરી હતી ત્યારે તારીખ ૧૭/૦૫/૨૦૨૫ ના રોજ તાલુકા સભ્યે વેજલપુર ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપીને તાત્કાલિક ધોરણે નદીમાં સર્જાયેલ ભંગાણ તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે આ પીવાના પાણીમાં ભંગાણ સર્જાતા નદીમાંનું ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે તેવા આક્ષેપો પણ તાલુકા સભ્યે કર્યા હતા ત્યારે હવે જોવું રહ્યું કે કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહેલું વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે પીવાના પાણીની લાઈનમાં થયેલ ભંગાણનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવશે ખરું? કે પછી દિવા તળે અંધારુજ રહેશે. તેવા આક્ષેપ સ્થાનિક તાલુકા પંચાયતના સભ્ય સલીમભાઇ કઠીયા દ્વારા કરવામાં આવ્યા છે.






