
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શામળાજી ખાતે ગાંધીગેર મેળાનું આયોજન, મંત્રી પી.સી. બરંડા રહ્યા ઉપસ્થિત
અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે સ્થિત સર્વોદય આશ્રમ “નૃસિંહધામ”માં આદિવાસી સેવા સમિતિ દ્વારા ગાંધીગેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી પી.સી. બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સંચાલક સોનજીભાઈ બારીયાએ પુષ્પગુચ્છ અને સુતરની આંટી અર્પણ કરી મંત્રી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર ગીરીશભાઈ પટેલ, શામળાજી ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ આદિવાસી સેવા સમિતિ શામળાજીના ટ્રસ્ટી ઓ અને સલાહકાર ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, લોકપરંપરા અને એકતાના અદ્ભુત દર્શન થયા હતા. મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે આવા સાંસ્કૃતિક મેળાઓ સમાજમાં એકતા, ભાઈચારો અને પરંપરાગત મૂલ્યોના સંવર્ધન માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. તેમણે સુંદર આયોજન બદલ આદિવાસી સેવા સમિતિ તથા તમામ કાર્યકરોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.ગાંધીગેર મેળાના સફળ આયોજન માટે સુનિલભાઈ ગામેતી, કમલેશભાઈ પટેલ, રોહનભાઈ ગામેતી (ગૃહપતિ), શિલ્પાબેન બારીયા, આશાબેન (ગૃહમાતા) તેમજ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અને છાત્રાલયના કર્મચારીઓએ ખાસ જહેમત ઉઠાવી હતી.





