હાલોલ નગરમાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણીને લઈને ચાલતી તડામાર તૈયારીઓ,રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૯.૨૦૨૪
હાલોલ નગરમાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણીને લઈ હાલોલના મુસ્લિમ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ઇસ્લામ ધર્મના મહાન પેગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી આગામી 16 સપ્ટેમ્બર સોમવારના રોજ કરવામાં આવશે જેમાં હાલોલ નગરના પણ ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણીને લઈને નગરના મુસ્લિમો તડામાર તૈયારીઓમાં જોતરાયા છે.છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ ચાલી રહી છે જેમાં નગરના વિવિધ વિસ્તારોમાં રોશની નો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.જ્યારે આગામી 16 સપ્ટેમ્બર સોમવારના રોજ ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણીને લઈ લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી બપોરે 3 કલાકે ભવ્ય જુલુસ નીકળશે અને નગરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત લીંમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવી સમાપન થશે ત્યારબાદ રઝા યંગ સર્કલ દ્વારા નિયાઝ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો ઉમટશે અને નીયાજ નો લાભ લેશે જ્યારે નગરમાં ઠેર ઠેર મસ્જિદોમાં જિક્ર શરીફ મિલાદ શરીફના કાર્યકમો પણ યોજાઇ રહ્યા છે જ્યારે આ ઉજવણીને લઇ નગરના મુસ્લિમોમાં ઈદ-એ-મિલાદ પર્વને લઈ એક અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.














