GUJARATUMBERGAUNVALSAD

વલસાડ: ભીલાડ સ્ટેટ હાઈવે પર દરોઠા ખાડીના બ્રિજનું માર્ગ×મકાન (સ્ટેટ)ના સુરત ઝોનના અધિક્ષક ઈજનેર એ.જી.વસાવાએ નિરિક્ષણ કર્યું

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

અદ્યતન CGBM ટેક્નોલોજીનો ઉપયોગ કરી બ્રિજના એપ્રોચ પર કામગીરી કરવામાં આવી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નરોલી રાજ્ય ધોરીમાર્ગ પરની દરોઠા ખાડી પર આવેલા બે બ્રિજનું માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગના એ.ઈ.શ્રી એ.જી.વસાવાએ નિરિક્ષણ કર્યું હતું. ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે આ બ્રિજ પર વેરીંગ કોટને વારંવાર નુકસાન થતું હોવાથી વલસાડ જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા CGBMની આધુનિક ટેક્નોલોજી અપનાવતા વારંવાર તૂટતો માર્ગ હવે મજબૂત બન્યો છે.વલસાડ જિલ્લામાં મહત્વપૂર્ણ બ્રિજના એપ્રોચ રોડ અવાર નવાર તૂટતા હોવાથી વાહનચાલકો અને નાગરિકોને મુશ્કેલી પડતી હતી. સતત મરામત પછી પણ સમસ્યાનું સ્થાયી સમાધાન ન મળતાં વલસાડ રોડ એન્ડ બિલ્ડિંગ્સ (R&B)(સ્ટેટ) વિભાગે અદ્યતન CGBM (Cement Grouted Bituminous Mix) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક નવી દિશા દર્શાવી છે. આ ટેક્નોલોજીનો પ્રથમ વખત અમલ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પણ આ માર્ગને નુકશાન થયુ નથી.માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના સુરત ઝોનના અધિક્ષક ઈજનેરશ્રી એ.જી.વસાવાએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નરોલી સ્ટેટ હાઈવે પર આવેલા દરોઠા ખાડી બ્રિજોની સપાટીને વારંવાર નુકસાન થતુ હતું. આ રસ્તો સેલવાસને જોડતો હોય ટ્રાફિક નું ખુબ જ ભારણ રહે છે. જેથી ચોમાસા પહેલા બંને બ્રિજો પર CGBM ટેકનોલોજીનો ઉપયોગ કરી મરામત કરવામાં આવી હતી. જેનું પરિણામ સંતોષકારક જોવા મળ્યું છે.

બોક્ષ મેટર

જાણીએ શું છે આ CGBM ટેક્નોલોજી?

CGBM એ એક આધુનિક માર્ગ નિર્માણ પદ્ધતિ છે જેમાં બિટુમિનસ મિક્સને સિમેન્ટ ગ્રાઉટ સાથે સંયોજિત કરવામાં આવે છે. આ પદ્ધતિ માર્ગને વધુ મજબૂત બનાવે છે અને લાંબા સમય સુધી ટકાઉપણું આપે છે. ખાસ કરીને ભારે વાહન વ્યવહાર અને વરસાદી પરિસ્થિતિઓમાં રોડ ખરાબ થતો નથી

Back to top button
error: Content is protected !!