જુની ભીલડી બાબા રામદેવપીર યુવક મિત્રમંડળ દ્વારા ભવ્ય ગણેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું
ડીસા તાલુકાના જુની ભીલડી ગામે બાબા રામદેવપીર યુવક મિત્રમંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ગણેશોત્સવનો ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

સમગ્ર દેશમાં લોકો ગણપતિ બાપા મોરીયા ના નારા સાથે ગણેશજીની આરાધનામાં લોકો લીન થઈ ગયા છે.જુની ભીલડી રામદેવપીર મંદિરે બાબા રામદેવપીર યુવક મિત્ર મંડળ સાંસ્કૃતિક નાટક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભીલડી પોલીસ સ્ટેશનના પી.આઈ ધવલભાઈ પટેલ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો યુવાન નું આયોજકો દ્વારા કંકુ–તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાલિકાઓએ પ્રાર્થના ભક્તિગીતો પર નૃત્ય રજૂ કર્યા યુવાનો દ્વારા તલવારબાજીની કળાનું પ્રદર્શન બાબા રામદેવપીર યુવક મિત્ર મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવીને સંસ્કારોનું સિંચન,શિક્ષણ અને વ્યસનમુક્તિનું કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ગામ લોકો આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગણપતિ બાપાના દર્શન કરી કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો….
અહેવાલ – ભરત ઠાકોર ભીલડી






