MORBIMORBI CITY / TALUKO
MORBI:નવરાત્રી મહોત્સવના શુભ પ્રસંગે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા – બગથળામાં ગરબાનું ભવ્ય આયોજન
MORBI:નવરાત્રી મહોત્સવના શુભ પ્રસંગે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા – બગથળામાં ગરબાનું ભવ્ય આયોજન
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા દ્વારા આજે માંની નવલી નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં ભવ્ય ગરબાનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો. ઘણા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરંપરાગત વસ્ત્રો પહેરીને આવ્યા. શક્તિ સ્વરૂપ માંની આરતી કર્યા બાદ ગરબા લીધા હતા. આ ગરબા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ અને સામૂહિક સહકારની ભાવના વિકસાવવામાં મદદ થઈ છે.