Rajkot: રાજકોટમાં ૧૫ ઓગસ્ટની શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં કરાશે
તા.૧૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારુ આયોજન અંગે પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Rajkot: રાજકોટમાં ૧૫ ઓગસ્ટ શહેર કક્ષાની ઉજવણી અધિક નિવાસી કલેક્ટરશ્રી એ.કે.ગૌતમના અધ્યક્ષસ્થાને ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં સવારે ૯.૦૦ વાગ્યે કરવામાં આવશે. જેના સુચારું અમલીકરણ અંગેની બેઠક પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમારના અધ્યક્ષસ્થાને જૂની કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.
આ તકે શ્રી ચાંદની પરમારે કાર્યક્રમ સ્થળ પર સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને આરોગ્ય વ્યવસ્થા, વીજ પૂરવઠો, આમંત્રણ પત્રિકા વિતરણ, સ્થળ પર સ્વચ્છતા, વૃક્ષારોપણ સહિતની તમામ કામગીરી અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
વધુમાં રાષ્ટ્રીય પર્વ ઉપર દેશભક્તિની સાથે યોગ અને વ્યાયામને પણ મહત્વ આપવામાં આવે તેવી સાંસ્કૃતિ કૃતિઓ રજૂ કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ શહેરમાંથી વધુને વધુ લોકો સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવા પ્રાંત અધિકારીશ્રીએ સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.