
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના ઉમેદપુર ગામે તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડ પદવિરાજક આચાર્યશ્રી મહાશ્રમણજીનું. ભવ્ય સ્વાગત
પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજી દ્વારા કલ્યાકારી જીવન ઉદ્ધારક વાણીનો ગ્રામજનોએ લ્હાવો લીધો અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના ઉમેદપુર ગામે બુધવારના રોજ તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડ પદવિરાજક આચાર્યશ્રી મહાશ્રમણજીનું. ગ્રામજનો દ્વારા ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉમેદપુર અને મોટી ઈસરોલ સહિતના ગામોના ઉસ્થિત ભાઈબહેનોએ. પણ મંદિરે યોજાયેલ પૂજ્ય આચાર્યશ્રી મહાશ્રમણજીના પાવન કલ્યાકારી અને જીવન ઉદ્ધારક ધર્મ પ્રવચનનો ગ્રામજનોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. મહાતપસ્વી સંતના ઉમેદપુર ગામમાં આગમનના પગલે સૌ ગ્રામજનોમાં ઉત્સાહ સમાતો ન હતો. પૂ આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજના સાથે એવલા જૈન સાધુ-સાધ્વીઓનાં નિવાસ વ્યવસ્થાન માટે ગ્રામજનોએ પોતાના રહેણાંકના ૬૦ ઘર ખાલી કરી આ સંત સેવામો લ્હાવો લીધો હતો ત્રણ દેશોના ૨૮ રાજ્યોમાં થઈને સ્વકલ્યાણ અર્થે ૫૮૦૦૦ કિલોમીટરની પદયાત્રાના લક્ષ સાથે ભ્રમણ કરી રહેલા અધિષ્ઠાતા અખંડ પદવિરાજક આચાર્યશ્રી મહાશ્રમણજીનું ઉમેદપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આચાર્યશ્રીએ બુધવાર સવારે ખેરાડી થી વિહાર શરૂ કર્યો હતો. આશરે 15 કિમીનું વિહાર કરીને ઉમેદપુર ગામ ખાતે પધાર્યા હતા.





