
જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસ્મીને મહેસાણા ખાતે વિશ્વ વસ્તી દિવસ દિવસ નિમિત્તે રેલીને પ્રસ્થાન કરાવ્યુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. હસરત જૈસ્મીને મહેસાણા ખાતે વિશ્વ વસ્તી દિવસ દિવસ નિમિત્તે રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ તેમજ આ અંગે બેઠક પણ યોજી હતી. તાલુકા આરોગ્ય કચેરી મહેસાણા ખાતેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં બેનરો સાથે વસ્તી નિયંત્રણના જનજાગૃતિ અંગે સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. વિશ્વ વસ્તી દિવસની રેલી બાદ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ ઇન્ચાર્જ મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો. ગઢવી તેમજ મેલેરીયા અધિકારીશ્રી ડો. વિનોદભાઈ અને આરોગ્ય કર્મીઓ સાથે બેઠક યોજીને વિશ્વ વસ્તી નિમિત્તે જિલ્લામાં કરવાના થતા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી મેળવી હતી તેમજ જરૂરી સૂચનો કર્યા હતા આ અંગે ઇન્ચાર્જ મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જી.બી. ગઢવીએ જણાવ્યું હતું કે તા.૧૧ જુલાઈથી તા.૨૪ જુલાઈ, ૨૦૨૪ સુધી ‘જનસંખ્યા સ્થિરતા પખવાડિયુ’ મનાવવામાં આવી રહ્યું છે.તા. ૧૧ જુલાઇ ૨૦૨૪ થી ૨૪ જુલાઇ ૨૦૨૪ દરમ્યાન ‘Population Stabilisation fortnight’ (જનસંખ્યા સ્થિરતા પખવાડિયું) હેઠળ જિલ્લા હોસ્પિટલ, એફ.આર.યુ.,સા.આ.કે. ખાતે કેમ્પના માધ્યમથી કાયમી અને બિનકાયમી કુટુંબ કલ્યાણની પદ્ધતિઓનો મોટા પાયે લાભ આપવામાં આવશે. આ કેમ્પ દરમિયાન જાગરૂકતા સાહિત્યનું વિતરણ અને વધારામાં નોન સ્કાલપેલ વાઝેકટોમી (એન.એસ.વી.) ઉપર વધારે ભાર મુકીને પુરૂષ ભાગીદારી વધારવા અંગે પણ પ્રયત્ન કરવામાં આવશે આ દરમિયાન જિલ્લામાં પણ એ.એન.એમ, આરોગ્ય કાર્યકર અને આશાબહેન દ્વારા પોતાના વિસ્તારમાં દરેકને આ કાર્યક્રમની જાણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ બે અઠવાડિયા દરમિયાન તાલુકા, શહેર અને જિલ્લાઓમાં મુખ્યત્વે કુટુંબ ક્લ્યાણ અંતર્ગત અલગ-અલગ પદ્ધતિઓનું પ્રદર્શન, જરૂરતમંદ લાભાર્થી સાથે પરિવાર નિયોજન અંગે માહિતી આપવી, આઇ.ઇ.સી દ્વારા અલગ-અલગ પ્રવૃતિ અંતર્ગત દરેક ગામમાં બેનર, પોસ્ટર તથા હોર્ડિંગ્સ લગાવવાશે.જેમાં ખાસ કરીને લગ્નની નિયત ઉંમર , બાળક થવાનો યોગ્ય સમયગાળો, પોસ્ટ પાર્ટમ અને પોસ્ટ એબોર્શન, ફેમીલી પ્લાનીંગ સેવાઓ, પુરુષ ભાગીદારી વિગેરે વિષયો આવરી લેવા. આવો, આપણે સૌ ‘વિશ્વ વસ્તી દિવસ’ નિમિતે ” વિકસિત ભારત ની નવી પહેચાન , કુટુંબ નિયોજન દરેક દંપતિ ની શાન ” થીમને અનુસરીએ રેલી તેમજ બેઠકમાં સંબંધિત અધિકારી ઓ સહિત એ.એન.એમ, આરોગ્ય કાર્યકર અને આશાબહેનો તેમજ આરોગ્ય કર્મીઓ જોડાયા હતા.




