GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

માર્ચ આવવાની સાથે રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે બફારો-ગરમીની શરુઆત થઇ ગઇ છે. આ વર્ષે ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારે લાગી રહી છે. આગામી 2 દિવસમાં તાપમાનમાં હજુ 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે તબક્કાવાર રાત્રિના તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. 9 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.

હવામાન વિભાગ અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધુ જોવા મળશે, તેથી દરિયાની આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. 4 માર્ચ થી 6 માર્ચ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેવી માહિતી મળી છે. જેના કારણે લોકોને ગરમી સાથેબફારાનો સામનો કરવો પડી શકે છે.

ડીસા એટલે ગુજરાતમાં સૌથી વધારે ગરમી પડતુ શહેર. તાજેતરમાં જ ડીસામાં 38.4 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદનું તાપમાન આગામી ત્રણ દિવસ 38 ડિગ્રીથી વધુ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં આગામી 3 દિવસમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદમાં ગત રાત્રિના 20.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો વધારો થયો હતો.

શહેર- તાપમાન (ડિગ્રીમાં)

  • ડીસા- 38.4
  • અમરેલી- 37.1
  • અમદાવાદ- 38.0
  • ભુજ- 37.0
  • રાજકોટ- 38.0
  • કંડલા- 37.0
  • વડોદરા- 37.4
  • સુરત- 36.4
  • ગાંધીનગર- 37.4
  • નલિયા- 36.0
  • ભાવનગર- 35.0

Back to top button
error: Content is protected !!